સીબીઆઈએ બુધવારે કહ્યું કે કોઈ મહિનામાં કર યોગ્ય ચીજવસ્તુનું મૂલ્ય ૫૦ લાખથી વધુ થાય તો કોઈ પણ રજીસ્ટર્ડ વ્યક્તિ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેઝર માં ઉપલબ્ધ રકમનો ઉપયોગ 99%થી વધુ રકમની કર ચુકવણી માટે કરી શકશે નહીં.
વેરાના નિષ્ણાંતોનું કહેવું છે કે સરકારે કલમ 86બી દાખલ કરીને અત્યાર સુધી કોઇપણ જાતના અવરોધ વિના ઉપયોગ કરી શકાતી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ના ઉપયોગ પર અંકુશ લગાવ્યો છે.વેરો ભરવાની જવાબદારીના ૯૯ ટકા જેટલી જ ક્રેડિટનો ઉપયોગ કરવા દેવાની છૂટ આપવામાં આવી છે. સરકારે આ નિયમનો અમલ કરવામાં વ્યાજબી ગણાય તેવા અપવાદો પણ મૂકી આપ્યા હોવાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ નો દુરુપયોગ કરવા પર લગામ તાની હોવાનો નિર્દેશ મળી રહ્યો છે