ઘોઘાના બારવાડા વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતે આજ રોજ઼ હનુમાન જયંતિના પાવન અવસરે કોળી સમાજના યુવાનોને સરકારી નોકરી અંગે માર્ગદર્શન આપનાર યુવાનનું સન્માન કરાયુ,
યુવાનોને સરકારી નોકરી અંગેનું માર્ગદર્શન તેમજ પોલીસ કોસ્ટેબલની લેખિત પરીક્ષા માટે વિના મૂલ્યે ટ્યુશન આપનાર એવા ઘોઘા ગામના મફતનગર વિસ્તારમાં રહેતા ઇલ્યાસભાઈ ભીખુભાઇ બેલીમ તથા ઘોઘાના મોરા વિસ્તારમાં રહેતા અને ગણપતિ મહોત્સવ-૨૦૨૧ દરમ્યાન જેમણે પોતાનો કિંમતી સમય આપી યુવાનો ને રમત ગમત માટે પ્રોત્સાહિત કરી અને પોતે રેફરીની સેવા આપી અને ભવિષ્યમાં પણ શિક્ષણ માટે ગમે ત્યારે જરૂર હોય ત્યારે હાજરી આપવાનો વિશ્વાસ આપનાર ઘોઘા કેન્દ્રવર્તી શાળાના શિક્ષક મહમદભાઈ ગોદડનું ઘોઘા તળપદા કોળી સમાજના પ્રમુખ ધનજીભાઈ ગણેશભાઈ વેગડ ને ઘોઘા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ મુકેશભાઈ વેગડના વરદ હસ્તે સાલ ઓઢાડી અને મુમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા,આ પ્રસંગે તળપદા કોળી સમાજના આગેવાનો,તેમજ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.
રિપોર્ટર નિતીન મેર
ઘોઘા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો