ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળીયા ગામે આવેલા શિવકુંજ આશ્રમ ના મહંત અને વક્તા વિશ્વાનંદી માતાજીની કથા હાલ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ગલતી ગામમાં ચાલી રહી છે, મહત્વની વાત એ છે કે અહીંના આદિવાસી ભોળી પ્રજા તેમની એક અલગ જ ભાષા છે, આમ છતાં માતાજીના મુખથી ગુજરાતી ભાષામાં રામ કથાનું ગ્રહણ કરી રહ્યા છે અને કથા દરમિયાન આવતા દરેક ધાર્મિક પ્રસંગોમાં તેમની આગવી શૈલીમાં પ્રસંગોમાં જોડાઈ અને ભક્તિભાવ નો માહોલ ઉભો કરી પ્રસંગ ઊજવી રહ્યા છે.
ગુજરાતના ઘણા કથાકારો વિદેશની ધરતી પર તેમની કથા કરતા હોય છે પરંતુ તેમાં મોટાભાગના કથા એવી જગ્યાએ હોય છે કે જે ગુજરાતી સમાજ રહેતો હોય છે અથવા તો લોકો સારી રીતે ગુજરાતી કે હિન્દી ભાષા સમજી શકતા હોય છે, પરંતુ કથાકાર વિશ્વ આનંદી માતાજી ની કથા હાલ એવી જગ્યાએ ચાલી રહી છે જે કોઈ શહેરી વિસ્તાર નથી, જ્યાં પહોંચવું પણ મુશ્કેલ છે આવા ડુંગરોમા આવેલ જંગલ અને આદિવાસી વિસ્તારમાં ભક્તિ ભાવ ભર્યા માહોલ વચ્ચે કથા ચાલી રહી છે. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ગલતી ગામમાં આવેલા વાલ્મિકી આશ્રમ ખાતે હાલ માતાજી ની કથા ચાલી રહી છે. આ વિસ્તાર કે જ્યાં જંગલમાં બે બે કિલોમીટર સુધી દૂર છુટા છુટા ડુંગર વિસ્તારમાં લોકો ઝુંપડું બાંધીને રહે છે. લોકો રોજ બપોરે એક વાગ્યે આજુ બાજુના ડુંગરાળ વિસ્તારમાંથી કથા સાંભળવા માટે વાલ્મીકિ આશ્રમે પહોંચી જાય છે અને પાંચ પાંચ કલાક સુધી કથા નો લાહવો લઈ રહ્યા છે.
અહીંયા કથા દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં અહીંની ભોળી આદિવાસી પ્રજા પૂરા ભક્તિભાવ સાથે નિર્દોષ ભાવે લાભ લઇ રહ્યા છે, તેમજ કથા દરમિયાન યોજાતા વિવિધ ધાર્મિક પ્રસંગો માં અહીંના આદિવાસી પ્રજા દ્વારા તેમની સંસ્કૃતિ ની ઝલક દેખાડવામાં આવે છે કથા દરમિયાન રાત્રિના સમયે તેમના વિસ્તારના દેશી ભજનો સત્સંગ અને આદિવાસી નૃત્ય જેવાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. કથા દરમિયાન અહીંયા બે ટાઈમ ભંડારો (ભોજન પ્રસાદ) કરવામાં આવે છે.
આ આદિવાસી વિસ્તારમાં. આદિવાસી લોકોમાં હિન્દુ ધર્મને બચાવવાનું અને ધર્મનું જ્ઞાન આપવાનું કામ કરતા આચાર્ય મહામંડલેશ્વર સેવાનંદ ગીરીજી મહારાજ અને સેવક સમુદાય દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહામંડલેશ્વર સેવાનંદ ગીરી મહારાજ દ્વારા લોકોને હિન્દૂ ધર્મ અંગે જાગૃત કરતા આદિવાસી લોકો વ્યસનો, હિંસાવૃત્તિ છોડી અને ભક્તિના માર્ગે વળ્યાં છે.









ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો