BREAKING

ભાવનગર જિલ્લાના ભરતનગર પો.સ્ટે.ના PSI એમ.એચ.યાદવનાઓને ફરજમાં ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવવા બદલ કરવામાં આવેલ ફરજ મોકૂફ.


             ભાવનગર જિલ્લાના ભરતનગર પો.સ્ટે.થી ખાનગી વાહનમાં તપાસમાં ગયેલ કર્મચારીઓ દિલ્હીથી પરત નિકળેલ દરમિયાન તા.૧૫/૦૨/૨૨ના રોજ રાજસ્થાનના જયપુર રોડ શાહપુર ખાતે ઉક્ત ખાનગી વાહનનો અકસ્માત થતા તપાસની ટીમના ચાર પોલીસ કર્મચારીઓ તથા એક આરોપી મળી કુલ-૫ વ્યક્તિઓના કરૂણ મોત નિપજેલ હતા. સદરહું તપાસમાં જવા માટે ભાવનગર રેન્જ ઓફીસથી ટ્રેન મારફતે જવા મંજુરી આપવામાં આવેલ હતી. તેમ છતાં PSI  એમ.એચ.યાદવ દ્વારા ચારેય પોલીસ કર્મચારીઓને ટ્રેન મારફતે નહી મોકલી ખાનગી વાહનમાં તપાસમાં જવા રવાના કરેલ હતા તેમજ તપાસની ટીમ સાથે કોઇ અધિકારીને નહી મોકલી ફક્ત અધિકારીની નીચેની કક્ષાના કર્મચારીઓને તપાસમાં રવાના કરેલ હતા. જો PSI એમ.એચ.યાદવ દ્વારા ભાવનગર રેન્જ ઓફીસના હુકમનું પાલન કરી તપાસમાં જવા ટીમ રવાના કરેલ હોત તો આ ગંભીર અને ગમખ્વાર બનાવને અવશ્ય નિવારી શકાત અને આવી કોઇ દુ:ખદ ઘટના ન બનવા પામત. પો.સ.ઇ. એમ.એચ.યાદવ શિસ્તબધ્ધ પોલીસ દળના એક જવાબદાર અધિકારી હોવા છતાં ઉપરી અધિકારીના હુકમનો અનાદર કરી મનસ્વી રીતે અને વિવેબુધ્ધિનો ઉપયોગ નહી કરી તપાસ ટીમને ખાનગી વાહનમાં મોકલી થાણા અધિકારી તરીકેની પોતાની ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ જેથી તેઓને ફરજ પ્રત્યેની નિષ્કાળજી દાખવવા બદલ અશોક કુમાર IPS પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગનાઓ દ્વારા PSI  એમ.એચ.યાદવને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ(Suspend) કરી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો