BREAKING

નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા દ્વારકાની ગાયિકા પ્રેરણા બુજડનું સન્માન કરાયું

પવિત્ર દ્વારકા નગરીમાં દ્વારકેશ સ્કુલ ઓફ મ્યુઝિકના ડાયરેક્ટર અને ગુજરાત સરકારશ્રીના રજીસ્ટર્ડ કલાકાર શ્રી પરષોતમભાઈ જે કછેટીયા (M.A & B.ed in music) તથા સંગીત વિશારદ ધવલભાઈ પી.મહેતાના વરદ હસ્તે દ્વારકાની કલાકાર પ્રેરણા બુજડ ( Lyricist & Composer ) ને મ્યુઝિક એચિવમેન્ટનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા,ગુજરાત સરકાર શ્રી ગાંધીનગર માન્ય ભાટીયા શહેરની નવગુજરાત સંગીત વિદ્યાપીઠના પરીક્ષામંત્રી, અધ્યક્ષશ્રી (B. Ed. In Music) કમલેશભાઈ આર. બથીયા તથા સંસ્થાની સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ અને જીવનમાં તેઓ કલાક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરે તેવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરેલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો