BREAKING

હેડ ક્લાર્ક ભરતી કૌભાંડ ના બાબતે ગારીયાધાર આમ આદમી પાર્ટી એ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું*


હાલમાં સમગ્ર ગુજરાતમાં હેડ કલાર્ક માં થયેલ  કૌભાંડ અંગે અને ત્યારબાદ આમ આદમી પાર્ટી ના આગેવાનો વિરુદ્ધ ખોટી ફરિયાદો અંગે સમગ્ર ગુજરાતમાં  પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામા ગારીયાધાર આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ ગારીયાધાર મામલતદાર કચેરી ખાતે  આવેદનપત્ર પાઠવ્યું હતું.


 અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ આગેવાનો દ્વારા હાલમાં રહેલ સરકાર સમક્ષ પ્રહાર કરતા એવું કહ્યું હતું કે ગુજરાતના  યુવાનોના ભવિષ્ય અને સપનાઓ ઉપર પાણી ફેરવનાર ગુજરાત સરકારના કેટલાક મંત્રીઓ પણ ક્યાંકને ક્યાંક આસિત વોરા સાથે    સંકળાયેલાં હોય તેથી અત્યાર સુધી આટ આટલી ભરતી કૌભાંડ થવા છતાં આસિત વોરા વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી .ત્યારે આ ભરતી કૌભાંડના જવાબદાર એવા આસિત વોરા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી  તેમજ આ ભરતી કૌભાંડમાં મોટા માથાઓ વિરુદ્ધ કાર્યવાહી નહિ થાય ત્યા સુધી આમ આદમી પાર્ટી ગુજરાત ના યુવાનોના ભવિષ્ય માટે લડત આપવા માટે તૈયાર છે .
  • *રિપોર્ટર મહેશ ગોધાણી*
  • *ગારીયાધાર*
  • *ભાવનગર*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો