ભાવનગર શહેરના તમામ લારી - ગલ્લા, પાનની દુકાન કે અન્ય નાની - મોટી દુકાન ધારકો તેમજ સરકારી કે પ્રાઇવેટ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં લોકો જેને કોવિડ –૧૯ રસીનાં બીજા ડોઝનો સમય થઈ ગયો હોય પણ રસી લેવાની બાકી હોય, તેવા તમામ લોકોને તાત્કાલીક રસીનો બીજો ડોઝ લેવા કમિશ્નરશ્રી ભાવનગર મહાનગરપાલીકા દ્વારા એપીડેમીક ડીસીસ એકટ – ૧૮૯૭ અંતર્ગત હુકમ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પણ જે કોઈ લોકોને કોવિડ –૧૯ રસીના બીજા ડોઝનો સમય થઈ ગયો હોય પણ બીજો ડોઝ લેવાનો બાકી હોય, તેવા લોકોને નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી બીજો ડોઝ લઈ લેવા મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, આરોગ્ય વિભાગ, મહાનગરપાલિકા ભાવનગર દ્રારા અપીલ કરવામાં આવી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો