તસ્વીર-માધવીબેન કંડોલીયા
ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર એવા દેવાયત ખવડ દ્વારા વલ્લભીપુરના પચ્છેગામે શ્રીમુરલીધર મહારાજના પાટોત્સવ પ્રસંગે યોજાયેલ ડાયરામાં સ્ટેજ પરથી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી સન્માનિત કરવા બાબતે સમર્થન આપવામાં આવ્યું. અને તેમણે વધુમાં કહ્યું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળવો જ જોઈએ અને લોકતંત્રના યજ્ઞમાં અને સૌપ્રથમ રાષ્ટ્રીય એકતા માટે આહુતિ આપી હતી અને હાલ ભાવનગરની પ્રજા વતી એક લાગણી પ્રગટ થઈ છે તે માટે તેમને ભારત રત્ન ઝડપથી મળવો જોઈએ તેવી એક વીડિયો દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ખાસ વિન્નતી કરી હતી અને આવનારા ડાયરાઓમાં પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એ બાબતે ખાસ ઉલ્લેખ કરીશું એવુ ખાત્રી પૂર્વક કહ્યું હતું અને ભાવનગર જિલ્લાના યુવાન જીજ્ઞેશ કંડોલીયાના આ ભારત રત્ન અભિયાનને વેગ મળે તે બાબતે સમર્થન પૂરું પાડ્યું હતું.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો