BREAKING

ભાવનગર માં શ્રી ધન્વંતરી ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ દિનની અનોખી ઉજવણી


શ્રી ધન્વંતરી ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ દિન નિમિતે આજે ધન તેરસના શુભ દિવસે ભાવનગર શહેર ભાજપ મેડિકલ સેલ તેમજ ભાવનગર વૈદ્ય સભા દ્વારા “ધન્વંતરી પૂજન અને આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન".નું આયોજન કરવામાં આવ્યું હતું.



તસ્વીર-વિશાલ રાઠોડ

ધનતેરસન એટલે શ્રી ધન્વંતરી ભગવાનનો પ્રાગટ્ય દિવસ આજે શહેરમાં વિવિધ જગ્યાઓ પર ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવી રહ્યું છે. આજે ભાવનગર વૈદ્યસભા અને ભાવનગર શહેર ભાજપ મેડિકલ સેલ દ્વારા સહકારી હાટ ખાતે ધન્વંતરી પાર્ક ખાતે શ્રી ધન્વંતરી ભગવાનની મહાપૂજા, અર્ચન, યજ્ઞ તથા “આયુર્વેદિક નિદાન” કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પૂ. શ્રી રામકૃષ્ણ શાસ્ત્રી (છોટે મોરારી બાપુ) તેમજ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને સાંસદ ભારતિબેન શિયાળ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે, ભાવનગર શહેર ભાજપના પ્રમુખ રાજીવભાઈ પંડ્યા મેર કીર્તિ દાણીધારીયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા સહિતના આગેવાનો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો