ભાવનગર સિહોર ગૌતમ કુંડ માંથી મહિલાની લાશ મળી, પ્રાપ્ત થયેલ માહિતી મુજબ મહિલા ગઇકાલથી ઘરેથી લાપતા હતી, બાદ પરિવારની શોધખોળમાં માલૂમ પડતાં ગૌતમ કુંડમાંથી મહિલાની લાશને બહાર કાઢવામાં આવી હતી, ગૌતમ કુંડમાં ઝંપલાવનાર મહિલાનું નામ આરતીબેન રાઠોડ હોવાનું બહાર આવ્યું છે, હાલ લાશને પી.એમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે, આ બનાવને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, આત્મહત્યા અંગેનું કારણ હજુ સુધી અકબંધ છે, વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ ખુલવા પામશે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો