BREAKING

અવાણીયા કુમાર પ્રાથમિક શાળાના શિક્ષકે પોતાના જન્મ દિવસની બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી અનોખી ઉજવણી કરી


ઘોઘા કેન્દ્રવર્તી શાળાની પેટાશાળા અવાણિયા કુમાર પ્રાથમિક શાળાનાં પ્રતિભાશાળી શિક્ષક અને સૌ જેને મોજીલા માસ્તર તરીકે ઓળખે છે એવા મુકેશકુમાર ચંદ્રકાન્તભાઈ વાઘેલાએ પોતાનાં જન્મ દિન પ્રસંગે, પહેલા ધોરણનાં દરેક વિદ્યાર્થી માટે મીણીયા કલર,બે પેન્સીલ,સંચો,રબ્બર,ફૂટપટ્ટી સહિતની શૈક્ષણિક કીટ શાળાનાં આચાર્યશ્રીને અર્પણ કરીને,બાળકોના ઘરે ઘરે જઈને કીટનું વિતરણ કરી પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરેલ

અને આ સેવાનું ઉમદા કાર્ય કરવા બદલ શાળાના તમામ સ્ટાફે તથા ગામ આગેવાનોએ મોજીલા માસ્તર એવા મુકેશકુમાર વાઘેલાને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવેલ હતા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો