આજ-રોજ તા.૦૨/૧૦/૨૦૨૧ના રોજ જામનગર વન વિભાગ, હેઠળ ની RFW કલ્યાણપુર રેન્જ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ-૨૦૨૧ (૦૨ ઓક્ટોબર થી ૦૮ ઓક્ટોબર ૨૦૨૧)ની ઉજવણીના ભાગરૂપે રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુ જે. એલ.સાંખટ ના માર્ગદર્શન હેઠળ વનરક્ષક .જી. એન. માડમ , કાયમી રોજમદાર બી.એમ. ચૌહાણ, તેમજ પી.કે.માતંગ દ્વારા વનસંરક્ષણ અધિનિયમ -૧૯૨૭ ની જોગવાઈઓ અંગે સરકારી કચેરી ના કર્મચારીઓ માટે ચર્ચા સભા રાખી સેન્સીટાઈઝ કરવામાં આવેલ હતા. તેમજ rfw કલ્યાણપુર રેન્જ દ્વારા આવનારા સપ્તાહમાં જુદા-જુદા સ્થળો ની સ્કૂલોમાં વન્યપ્રાણી સંરક્ષણ બાબતે વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રેલી, વગેરેના માધ્યમથી જન-જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો