સિહોર નગરપાલિકામાં છેલ્લા વીસ બાવીસ વર્ષથી સફાઈ કામદાર રોજમદાર તરીકે કામ કરતા કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે દલિત અધિકાર મંચના નેજા હેઠળ શિહોર થી 24 કિમીની પદયાત્રા યોજી ભાવનગર જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆતો કરી હતી. વી.ઓ.1 ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકામાં સફાઈ કામદારો છેલ્લા ૨૦ વર્ષથી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરી રહ્યા છે., ત્યારે તેમને કાયમી કરવા માટેની માંગ પ્રબળ બની છે. છેલ્લા ઘણા સમયથી તેમને કાયમી કરવા માટેની અનેક રજૂઆતો અને અનેક કાર્યક્રમો આપવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો સંતોષકારક જવાબ ન મળતા આખરે સફાઈ કામદારો દ્વારા દલિત અધિકાર મંચ ના નેજા હેઠળ આજે સિહોર થી ભાવનગર સુધીની 24 કિમીની પદયાત્રા યોજવામાં આવી હતી. આ પદયાત્રા માં મોટી સંખ્યામાં સફાઈ કામદારો જોડાયા હતા. જેમાં દલિત અધિકાર મંચ ના આગેવાનો પણ જોડાયા હતા. આ પદયાત્રા શિહોર થી નીકળી ક્યાંથી રસ્તામાં ઠેરઠેર વિવિધ સંગઠનો તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા સ્વરૂપે તમામ સફાઈ કામદારો કલેકટર કચેરીએ પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી અને કાયમી કરવાની માંગ કરવામાં આવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો