સોશિયલ મિડિયામાં ધૂમ મચાવતા મારા મલકના મેના રાણી ફેઈમ હવે ક્યારે મળીશું ફિલ્મને 8 નોમિનેશન
છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડ.માં સફળતાનો સડસડાટ ગ્રાફ ચડતા કંડોલિયા ફિલ્મ્સ પ્રોડકશન વધુ એકવાર ચમકયું છે.
કંડોલિયા ફિલ્મ્સની 2 ફિલ્મને એક સાથે 17 એવોર્ડ માટે નોમિનેશન્સ જાહેર થયા છે.
ગુજરાતી ફિલ્મ 'હવે ક્યારે મળીશું' નું તાજેતરમાં સોશ્યલ મીડિયામાં ધૂમ માચાવતું ગીત "મારા મલકના મેના રાણી..એ લાખો લોકોના દિલ ડોલાવ્યા છે. તે ફિલ્મ 'હવે ક્યારે મળીશું' ને અલગ અલગ એવોર્ડ માટે કુલ 8 નોમીનેશ જાહેર થયા છે, અને આ ફિલ્મની સાથે કંડોલિયા ફિલ્મ્સની જ ગત વર્ષની બીજી સફળ ફિલ્મ 'સાજણ પ્રીતની જગમાં થાશે જીત' ને અહેસાસ પીપલ્સ ચોઇસ એવોર્ડ્સ 2019/2020 મા 9 કેટેગરીમાં નોમિનેશન મળતા કંડોલિયા ફિલ્મ્સની 2 ફિલ્મને કુલ 17 નોમિનેશન મળ્યા છે, જે એક ગૌરવ સમી વાત બની છે.
કોરોનાના કહેર અને લોકડાઉનના કારણે ગત વર્ષે ન યોજાયેલ અહેસાસ પીપલ ચોઇસ એવોર્ડ આ વર્ષે 2019/20 ની ફિલ્મોનો સંયુક્ત એવોર્ડ આપશે.
અમદાવાદ ખાતે યોજાનાર EHSAAS પીપલ્સ ચોઇસ એવોર્ડ્સ 2019/2020 માટે કંડોલિયા ફિલ્મ્સની 'હવે ક્યારે મળીશું' ફિલ્મમાં બેસ્ટ ડિરેકટર હર્ષદ કંડોલિયા ,બેસ્ટ એકટર જીગ્નેશ બારોટ (કવિરાજ),બેસ્ટ કોરિયોગ્રાફર માધવ કિશન, બેસ્ટ સપોટીંગ એક્ટ્રેસમાં શ્રેયા દવે, બેસ્ટ કોમિક રોલમાં અશ્વિન ગોહિલ ,બેસ્ટ પ્લેબેક સિંગર ફિમેલ કવિતાદાસ ,બેસ્ટ એડિટર ધનશ્યામ તળાવિયા અને બેસ્ટ ડાયલોગ અશોક ગોસ્વામી અને પરેશ વ્યાસ સાથે 8 કેટેગરીમાં નોમિનેશન મળ્યા છે. જ્યારે વર્ષ 2019ની સફળ ફિલ્મ 'સાજણ પ્રીતની જગમાં થાશે જીત' ને બેસ્ટ ફિલ્મમાં તથા બેસ્ટ એકટ્રેસમાં પ્રિનલ ઓબેરોય ,બેસ્ટ નેગેટિવ રોલ માટે ફિરોઝ ઈરાની, બેસ્ટ કોમિક રોલ માટે જીતુ પંડ્યા, બેસ્ટ સંગીતકાર મનોજ-વિમલ, બેસ્ટ ડાયલોગ રાહુલ વેગડ ,બેસ્ટ કોરિયોગ્રાફર માધવ કિશન ,બેસ્ટ આર્ટ ડિરેકટર સ્વ. કંચનલાલ નાયક સહિત 9 કેટેગરીમાં નોમિનેશન મળ્યા છે.
કંડોલિયા ફિલ્મ્સ(ભાવનગર)ની 2 ફિલ્મોને 17 કેટેગરીમાં નોમિનેશન મળતા કલાપ્રિય નગરી ભાવેણાના લોકો અને કંડોલિયા ફિલ્મ્સના નિર્માતા હર્ષદ કંડોલિયા અને ખુશ્બુ શાહની સાથે પુરી ટીમમાં ઉત્સાહ અને આનંદ છવાયો છે. કંડોલિયા ફિલ્મસ છેલ્લાં કેટલાક સમયથી એક થી એક ચડિયાતી સુમધુર ગીતો સાથેની સફળ ફિલ્મો આપી ગુજરાતી ફિલ્મ જગતમાં અલગ સ્થાન બનાવ્યું છે, સાથો સાથ ભાવનગરનું ગૌરવ બન્યું છે!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો