ભાવનગર ખાતે આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે જિલ્લાના ૬૬ શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમો એનાયત કરાયા હતા જેમાં શિક્ષણ અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર શહેરની માજીરાજબા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ૬૬ શિક્ષણ સહાયકોને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમના હસ્તે નિમણૂક હુકમપત્રો એનાયત કરવાના કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમ માં આવેલ શિક્ષણમંત્રી એ જણાવ્યું હતું કે સમાજમા ચરિત્ર નિર્માણ કે વ્યક્તિ નિર્માણની જવાબદારી એકમાત્ર શિક્ષકોના શીરે છે.આદર્શ વ્યક્તિ નિર્માણ દ્વારા શિક્ષક આદર્શ દેશનું નિર્માણ કરે છે.શિક્ષકની જવાબદારી ખુબ પવિત્ર અને એશ્વર્યવાન છે તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આ જવાબદારી થકી શિક્ષકો સેંકડો ડોક્ટર, એન્જિનિયર અને વૈજ્ઞાનિકો ઉભા કરી શકે છે. શિક્ષણનો વ્યવસાયએ અર્થ ઉપાર્જનનો નથી પરંતુ લોકસેવાનો પવિત્ર વ્યવસાય છે અને તેથી જ શિક્ષક એ હંમેશા આદર્શ હોય છે.આ કાર્યક્રમમાં નિમણૂક પત્ર મેળવનાર શિક્ષકો એ ઓન પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે નાયબ નિયામક આર.આર.પટેલ, ડી.ઇ.ઓ. એન.જી.વ્યાસ, તાલીમ ભવનના પ્રાચાર્ય હિરેન ભટ્ટ, મામલતદાર ધવલ રવીયા, ઇ.આઇ. મહેશ પાંડે, પ્રતિપાલસિંહ, વી.પી.પરમાર, મોડેલ સ્કુલ આચાર્ય બોરીચા, સહિતના મહાનુભાવો, અધિકારીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો