હાલ કોવિડ-૧૯ મહામારીને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતા ઉક્ત સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ A-4 સાઇઝના ડ્રોઈંગ પેપરમાં પોતાની કૃતિ ઘરે તૈયાર કરી તેને માઉનટિંગ કરાવ્યા બાદ જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, જિલ્લા સેવા સદન, As/13, ખસ રોડ, બોટાદ ખાતે ૧૫/૦૧/૨૦૨૧ સુધીમાં મોકલી આપવાની રહેશે. બોટાદ જિલ્લામાથી પ્રથમ ત્રણ ચિત્રની પસંદગી કરી રાજ્યકક્ષાએ તેને મોકલી આપવામાં આવશે. આપના ચિત્રની પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, E-mail ID વગેરે જેવી બાબતનો ઉલ્લેખ કરવાનો રહેશે. તેમજ ચિત્રની સાથે આધાર કાર્ડની ઝેરોક્ષ અચૂક જોડવાની રહેશે. તેમજ બહેધરી પત્રક આપવાનું રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો