BREAKING

તળાજા ના સથરા ગામે મજુરી કામ કરતા પરીવાર સાથે થઈ મારામારી

તળાજા ના સથરા ગામે મજુરી કામ કરતા પરીવાર સાથે થઈ મારામારી, ગામના માથાભારે તત્વો દ્વારા લોખંડનો પાઈપ, ધોકો અને ધારીયા વડે હુમલો કર્યો



બનાવની વિગત એવી છે કે સથરા ગામે રહેતા અને મજુરી કામ કરતા મહેશભાઈ ઝાલા તેમના પરિવાર સાથે રહે છે તા 29/11/ 20 ના રોજ સવારે તેમના ઈલેક્ટ્રીક મીટર પાસે બાવળની વાડ સળગાવતાં બાજુ વાળાને ના પાડતા બાજુ વાળાએ ઉશ્કેરાઈ મહેશભાઈ ઝાલા તેમના પત્ની, દિકરા અને દિકરી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને મોટરસાયકલ તેમજ ધરવખરી ને નુકસાન કર્યું ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મારા મારી બાદ મહેશભાઈ ઝાલા ને સારવાર અર્થે તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના તબીબે વધારે સારવાર અર્થે ભાવનગર રીફર કર્યા હતા બનાવને પગલે અલંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને આગળ ની તપાસ અલંગ પોલીસે હાથ ધરી છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો