ભાવનગર/શૈલેષ રાવળ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હજુ તો હાઇવેનું કામ પૂરું થયું નથી કે પહેલાં ટોલનાકું વારંવાર વિવાદોમાં આવી રહ્યું છે. હાઇવેનું નું કામ પૂરું થયા પહેલા જ ટોલ ઉઘરાવવાનું શરૂ થયું તેનો વિરોધ તો હતો જ પરંતુ ટોલનાકા પર લુખ્ખા તત્વોની દાદાગીરીથી ને લઈને હવે સ્થાનિક લોકો દ્વારા જિલ્લા કલેકટર અને એસપીને રજુઆત કરવામાં આવી છે.
ટોલનાકા પર લુખ્ખાતત્વોની દાદાગીરી.
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેનું કામ હજુ પૂરુ થયું નથી માત્ર તળાજા સુધીનું 80 ટકા જેટલું કામ પૂરું થયું હોવા છતાં પણ ટોલ ઉઘરાવવાનું શરૂ થતાની સાથે જ સ્થાનિકોમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો હતો. સોશિયલ મીડિયા સહિત લોકોએ વિરોધ વ્યક્ત કરતા થોડા સમય માટે ટોલ લેવાનું મુલતવી રાખ્યા બાદ ફરીવાર ટોલ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જોકે આ બાબતે સાંસદે પણ ટકોર કરી હતી આમ છતાં પણ ટોલ ઉઘરવાઈ રહ્યો છે. આટલું જ નહીં પરંતુ ટોલ ઉઘરાવવા માટે
કલેકટર અને એસપી ને લેખિત રજુઆત કરાઈ.
લુખ્ખાતત્વ ની દાદાગીરી સામે આવી રહી છે. ભાવનગરના દલિત આગેવાનો દ્વારા ભાવનગર જિલ્લા કલેકટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે ટોલનાકા પર લુખ્ખા તત્વો દ્વારા ગેરકાયદેસર ટોલ ઉઘરાવવામાં આવે છે અને અભદ્ર ભાષાઓમાં લોકો સાથે ગાળાગાળી કરી અભદ્ર વર્તન કરવામાં આવે છે. આવા સંજોગોમાં ટોલનાકા પર લુખ્ખા તત્વોને તાત્કાલિક હટાવવા જોઈએ તેમજ જ્યાં સુધી રોડ પૂરો ન થાય ત્યાં સુધી ટોલ ઉઘરાવો ના જોઈએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો