BREAKING

રાજકીય નેતાઓ ભાવનગર ના આ ડોકટર પાસેથી વિરોધ પ્રદર્શન કરતા શીખવું જોઈએ.


વિવિધ મુદ્દાઓને લઈને હડતાલમાં જોડાયેલા ભાવનગરના ઈંટર્ન ડોક્ટરોની માનવતા મહેકી ઉઠી, આજે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કર્યા બાદ ભાવનગરના ઈંટર્ન ડોક્ટરો દ્વારા ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે જરૂરિયાત મંદ દર્દીઓ માટે બ્લડ ડોનેશન કર્યું હતું અને પોતાની નૈતિક ફરજ પૂરી પાડી હતી.

સમગ્ર રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજના ઈંટર્ન ડોક્ટરો દ્વારા સ્ટાઈપેન્ડ સહિતના વિવિધ મુદ્દાઓને લઈને ગઈકાલથી હડતાલ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભાવનગર સરકારી મેડિકલ કોલેજના ઇટર્ન ડોક્ટરો દ્વારા પણ આ હડતાલમાં જોડાયા છે, જોકે હડતાલ એ તેમના હક માટે તેઓ કરી રહ્યા છે પરંતુ ડોક્ટરની સાથે તેઓ એક માણસ પણ છે અને તેમની પણ કેટલીક નૈતિક ફરજો આવતી હોય છે તેવા ભાવ સાથે આજે તેમણે ભાવનગરની મેડીકલ કોલેજ ખાતે હડતાલ ના ભાગરૂપે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કર્યા બાદ ભાવનગરની સરકારી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને જરૂરિયાત મંદ દર્દીઓ માટે બ્લડ ડોનેશન કરી લોહી ની જરૂરિયાત પુરી કરી અને પોતાની નૈતિક ફરજ પૂરી પાડી હતી.

દેશમાં વિરોધ પ્રદર્શન કરવો અને પોતાનો હક માગો તે દરેક નાગરિકનો અધિકાર છે પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ અને જબબદારી પણ આવતી હોય છે. ત્યારે આજના રાજકીય નેતાઓ ભાવનગર ના આ ડોકટરો પાસેથી કાંઈક શીખ લેવી જોઈએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો