કોરોનાના વધતા જતા કહેરને લઈને ભાવનગરનું તંત્ર એલર્ટ બન્યું છે. ભાવનગર શહેર વિસ્તારમાં જુદા જુદા 57 જગ્યાઓ પર કોરોના રેપિડ ટેસ્ટ માટેની વ્યવસ્થા ઊભી કરાઇ છે તેમજ શહેરમાં કોરોના નું સંક્રમણ અટકાવવા 13 સર્વેલન્સ ટીમની રચના કરાઈ છે. ભાવનગર થી અમદાવાદ ની તમામ એસટી બસો બે દિવસ માટે રદ કરવામાં આવી છે. ભાવનગર યુનિવર્સિટીમાં આગામી સમયથી શરૂ થનારી પરીક્ષાઓ અંગે પણ મહત્વના નિર્ણયો લેવાયા , દોઢ કલાકનું જ પેપર રાખવામાં આવશે, તેમજ સ્નાતક અને તેમજ પીજીના ક્લાસિસ શરૂ નહીં કરવામાં આવે.કલેકટર દ્વારા પણ કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું , કોઈપણ સામાજીક ,ધાર્મિક ,શૈક્ષણિક અથવા તો રાજકીય કાર્યક્રમ માટે તંત્રને અગાઉથી જાણ કરવાની રહેશે.ભાવનગરની તમામ સરકારી કચેરીઓમાં આવતા જતા તમામ મુલાકાતીઓને કર્મચારીઓના રેપિડ ટેસ્ટ ફરજીયાત કરાયા.ભાવનગરના તમામ પ્રવેશદ્વારો પર ભાવનગરમાં પ્રવેશતા લોકોના કોરોના રેપિડ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો