ભાવનગર ના ધારસભ્ય અને રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે દ્વારા તેમના વિસ્તારમાં વિકાસના કામો અંતર્ગત વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં આખા અઠવાડિયા દરમિયાન વિવિધ વિકાસના કામોનું ખાતમુર્હત કે લોકાપર્ણ કરવામાં આવશે.આજથી શરુ થયેલ આ વિકાસ સપ્તાહમાં વિભાવરીબેન દવે દ્વારા બે આંગણવાડી કેન્દ્રની ખાતમુર્હત અને આંગણવાડી કેન્દ્રના બાળકોને ભોજન માટે ડીસ અને ચમ્સીનું વિતરણ કરવામાં આવ્યું.
ધારાસભ્ય અને સરકારમાં મંત્રી વિભાવરીબેન દવે પોતાના વિસ્તારના વિકાસ કામોનું સપ્તાહ 11/9/20 થી 17/9/૨૦૨૦ દરમ્યાન ઉજવશે જેમાં 7 દિવસ સુધી રોજ એક વિકાસ કામોના ખાતમુહૂર્ત કે લોકાર્પણ થશે. આ સપ્તાહના પ્રથમ દિવસે આજે આંગણવાડી માં MLA ગ્રાન્ટ માંથી બનનાર બે આધુનિક આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ દરેક આંગણવાડી માટે રૂ. 7 લાખ ફાળવેલ છે. ઉપરાંત પૂર્વ વિસ્તારની 172 આંગણવાડીના 4325 બાળકોને નાસ્તા માટે ઘરેથી કાઈ લાવવું નહિ પડે તે માટે અલગ ખાના હોય તેવી સ્ટીલની ડિશ અને ચમચી આપવામાં આવી, આજે આ કાર્યક્રમ ભાવનગરના ભરતનગર ખાતે આવેલ મંગલમ હોલ ખાતે યોજાયો હતો, જેમાં ભાવનગર માં મેયર મનભા મોરી, સ્ટેન્ડિંગ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ તેમજ ભાવનગર ના મ્યુનિસિપલ કમિશર એમ.એ.ગાંધી સહિતના મહાનુભાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ્ક આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો