BREAKING

ભાવનગર માં કોરોના ના વધુ બે દર્દીઓ સાજા થયા રજા આપવામાં આવી.



રીપોર્ટ- મહેશ ચૌહાણ

ભાવનગર શહેરમાં કોરોના કહેર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે, આજે વધુ બે દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.  કોરોના બે દર્દીઓ ના રીપોર્ટ સતત બે વાર નેગેટીવ આવતાં  તેમને રજા આપવામાં આવી છે, જેમાં 18 વર્ષ અને 23 વર્ષ ના બે યુવાનો ને સર.ટી હોસ્પિટલમાં થી ડિસ્ચાર્જ કરવામા આવ્યાં છે. આ સાથે ભાવનગરમાં અત્યાર સુધીમાં 18 લોકો સાજા થયા છે. ભાવનગરમાં કોરોના ના પોઝીટીવ અને નેગેટીવ દર્દી ના રીપોર્ટ પર એક નજર કરીએ તો,શહેર મા કુલ 32 કોરોના પોઝીટીવ દર્દી માથી 5ના મુત્ય થયા, જ્યારે 18 ને ડિસ્ચાર્જ કરવામા આવ્યા,અને 9 ની સારવાર થઇ રહી છે .તો આ સાથે જોઇએ તો ગુજરાતમા માથી કોરોના ને માત આપી ચુકેલા દર્દી ઓની સંખ્યા મા ભાવનગર સૌથી આગળ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો