જરૂરિયાત વાળા દર્દી માટે લોહી ની અછત ઉભી ન થાય તે માટે કરાયેલો પ્રયાસ
ભાવનગર તા.18/4/2020
કોરોના સંક્રમણ અને લોકડાઉનને કારણે લોહીની અછત ઉભી ન થાય તે માટે સરકારી સર ટી. હોસ્પિટલની બ્લડ બેન્ક ધ્વારા લોહી એકત્રિત કરવાનું શરૂ છે. પરંતુ સામાન્ય દિવસો કરતા આ ગતિ ધીમી ચાલી રહી છે. બીજી બાજુ થેલેસેમિયા સહિતના દર્દીઓને સતત લોહીની જરૂરિયાત રહેતી હોય છે.
ત્યારે રક્તદાનને વેગ આપવા તળાજા રોડ સ્થિત ટોપ થ્રી સર્કલ નજીક સ્વપ્નસૃષ્ટિ સોસાયટી માં આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. તેમાં લોકો ઉત્સાહ સાથે જોડાયા હતા. રક્તદાન સમયે સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક સાથે દરેકે ભાગ લીધો હતો.
સ્વપ્નસુષ્ટિ સોસાયટીના ૧૫ ભાઇઅો-બહેનોએ રકતદાન કર્યું હતું.
સ્વપ્નસૃષ્ટિ સોસાયટીના પ્રમુખશ્રી કિશોરભાઇ ઉપાધ્યાય,ઉપપ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ,પત્રકારશ્રી પ્રેમકુમાર કંડોલિયા, પ્રો. જિજ્ઞાબા રાણા વગેરે જહેમત ઉઠાવી હતી.
રક્તદાતાઓને ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો ફોટો મોમેન્ટો આપી
સતવીર રક્તદાતાશ્રી હનુમંતસિંહ ચુડાસમા, રોડ સેફટી ટ્રેનર ડો.અજયસિંહ જાડેજા, ભાવવંદના ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખશ્રી અજીતસિંહ વાજા દ્વારા સન્માન કરાયું હતું.



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો