BREAKING

પાલીતાણા મામલતદારે સરકારી રાશનનો જથ્થો ઝડપી પાડ્યો.



રિપોર્ટ-મહેશ ચૌહાણ

ભાવનગર જિલ્લાના પાલીતાણા મામલતદાર દ્વારા પાલીતાણા શહેરની પરીમલ સોસાયટી માંથી સ્ટોક કરેલો સરકારી રાશનનો મસમોટો જથ્થો ઝડપી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જો આ અંગે વધુ તપાસ કરવામાં આવે તો આવા ઘણા રાશન સંચાલકો ઝડપાઇ શકે છે.


હાલ લોકડાઉન ની પરિસ્થિતિ છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા વિનામૂલ્યે રાશન પુરવઠો આપવાનું આવી રહ્યો છે. પરંતુ ગરીબોનો મુખેથી કોળિયો કેટલાક રાશન સંચાલકો ઘર ભેગો કરી જતા હોય છે, આવો જ એક રાશન ની દુકાન ધરાવતો ઇસમને પાલીતાણા મામલતદાર દ્વારા સરકારી રાશન સાથે ઝડપી લીધો છે. પાલીતાણા તાલુકા મામલતદારને બાતમી મળતા તેને  પાલીતાણા શહેરના પરીમલ સોસાયટી માં સસ્તા અનાજની દુકાન ધરાવતા ફિરોજભાઈ આદમભાઈ સૈયદ દ્વારા સ્ટોક કરાયેલ  મસમોટો રાશનનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે, જેમાં જે ઘઉં.91 કટા, ચોખા.32 કટા, ખાંડ.4 કટા, દાળ.27  કટા માલી કુલ 154 કટા પુરવઠો કુલ 41449 ની કિંમતનો માલ કબ્જે કરી તેની સામે કાયદેસરની ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જોકે આ એક મોટા સમુદ્રની નાની માછલી સજ છે, મોટા મગરમચ્છ હજુ પણ સંતાઈને બેઠા છે, કારણકે રાશન વિતરણ સમયે જે પ્રમાણે લોકોની ફરિયાદો ઉઠી હતી જેના પરથી ચોક્કસ કહી શકાય કે જો આ અંગે હજુ વધુ તપાસ કરવામાં આવે તો આવો સંગ્રહ કરેલો જથ્થો હજુ ઘણા સસ્તા અનાજની દુકાનદારો પાસેથી મળી આવવાની શક્યતાઓ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો