રિપોર્ટ-મહેશ ચૌહાણ
સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસ ને લઈને ચિંતિત છે ત્યારે ભારતમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે, આવા સંજોગમાં ગરીબ અને મજૂરી કરતા લોકોનું હાલત રોજગારી છીનવાઇ જતા કફોડી બની છે, આવા સંજોગમાં ગઢડા સ્વામિનારાયણ મંદિર આવા લોકોની વ્હારે આવ્યું છે અને રોજના બે હજાર કરતા વધુ લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને અનાજ કીટ આપવામાં આવી રહી છે.
જ્યારે જયારે દેશ પર સંકટ આવ્યું છે ત્યારે આ દેશના સંતોએ જ દેશને બચાવ્યો છે અને વ્હારે આવ્યા છે, હાલ સમગ્ર દેશમાં કોરોના નું સંકટ છે ત્યારે બોટાદ જીલ્લા ના ગઢડા સ્થિત ગઢપૂર શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા જરૂરિયાતમંદને અનાજ કીટ નુ વિતરણ કરવામાં આવેછે, ને સાથે રોજે ગઢડા ના વિવિધ વિસ્તારોમાં 2000ઊપરાંત લોકોને ભોજન મહાપ્રસાદ સંન્તો દ્વારા વિતરણ કરવામા આવે છે. આ ઉપરાંત મંદિર દ્વારા ગઢડાની દરેક જ્ઞાતિના વિઘવા બહેનોને અનાજની કીટ નૂ સંસ્થા દ્વારા વિતરણ કરવામાઆવે છે,આ સેવાયજ્ઞ માં ગઢડા સ્વામિનારાયણ મંદિર ના ચેરમેન શા.સ્વા .હરિજીવનદાસજી તથા કો .સ્વા.શ્રી લક્ષ્મીનારાયણદાજી તથા.આ.કો.શા.હરિપ્રસાદદાસજી તેમજ ભાજપ પ્રમૂખ .શ્રી સુરેશ ભાઈ ગોધાણી.તથા.નગર પ્રમૂખ પ્રતાપભાઈ ખાચર તથા.માજી પ્રમૂખ મુકેશભાઈ દીહોરિયા સહિતના લોકો જોડાયા છે,
આ સાથે ગઢડા મંદિરના ચેરમેન સ્વામીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન દ્વારા જે તાકીદનું પગલું લેવામાં આવ્યું છે તે અન્ય દેશની સરખામણીમાં માં ખૂબ સરાહનીય છે, હાલ દેશમાં લોકડાઉન ના કારણે 80 થી 90 ટકા સ્થિતિ સારી છે, સાથે તમેન વડાપ્રધાન દ્વારા લોકડાઉન વધારવાના આવે તો તેને પણ સમર્થન આપ્યું છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો