ભાવનગરમાં કોરોના ના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે તેવામાં ભાવનગર માટે ફરી એક વાર સારા સમાચાર આવ્યાં છે.કોરોના ના દર્દી નો રીપોર્ટ નેગેટીવ આવતાં હોસ્પિટલ માથી રજા આપવામાં આવી છે, આ અગાઉ પણ એક દર્દી કોરોના મુક્ત થતા રજા અપાય હતી તે સાથે અત્યાર સુધીમા કુલ 2 દર્દી ઓ સારા થયા.
ભાવનગર માટે વધું એક સારા સમાચાર સામે આવ્યા છે, જે દર્દી નો પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો તેનો આજ નેગેટીવ રીપોર્ટ આવતાં હોસ્પિટલમાંથી રજા અપાય છે.ભાવનગરમાં જે વિસ્તાર માથી પ્રથમ કોરોના પોઝીટીવ નો કેસ નોધાયો હતો તે વિસ્તારમાં જોગીવાડની ટાંકી પાસે ઇન્ડિયા હાઉસમાં રહેતા તૌફિકભાઇ હારુનભાઇ શેખ ઉ વર્ષ 29 નામના યુવાનનો પોઝીટીવ કેસ આવતા આઇસોલેશન વોર્ડ મા દાખલ કરવામા આવ્યો હતો, જ્યા તેની સારવાર બાદ આજે તેનો રીપોર્ટ નેગેટીવ આવતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સાથે ભાવનગરમાં આ બીજો દર્દી કોરોના મુક્ત થતા અત્યાર સુધીના કુલ 2 દર્દી ઓ સારા થયા.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો