BREAKING

ગોંડલના મોવિયા ગામે પિતાએ કરી પુત્રની હત્યાં.


ગોંડલના મોવિયા ગામે પિતાએ પુત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
ગત મોડી રાત્રે મોવિયા ગામે રહેતા અને ખેતમજૂરી કરતાં કેશુભાઈ ચાંગેલાને તેમના જુવાનજોધ દિકરા નિતેશ ચાંગેલા ઉર્ફે અઘા  સાથે બોલાચાલી થઈ હતી.છેલ્લા ઘણા સમયથી આવારા બનેલા પુત્ર વારંવાર પિતા પાસે રૂપિયાની માંગણી કરીને ઝગડો કરતો હોવાથી તેમનાં પિતા કંટાળી ગયા હતાં ત્યારે ગતહ રાત્રીના પિતા પુત્ર સાથે ઝગડો થતાં તેમના પિતા કેશુભાઈએ પુત્ર નિતેશને માથાના ભાગે કોશનો ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં ખૂદ હત્યારા પિતાએ જ આ બનાવની જાણ ગોંડલ તાલુકા પોલીસને કરીને તેમણે પોતાના પુત્રની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.જેમને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઈને મૃતકના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડીને હત્યારા પિતા સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો