ભાવનગર બ્યુરો
18સપ્ટેમ્બર17
ભાવનગર ધારાસભ્ય અને સંસદીય સચિવ વિભાવરીબેન દવે દ્વારા વર્ષ દરમિયાન તેમના સ્વાગત માં પુષ્પ, બુકે કે ફુલહાર ના બદલે નોટબુક સ્વીકારી "નોટ બુકે બટ નોટબુક" નો નીર્ધાર કરી અને વર્ષ દરમિયાન એકથી થયેલ નોટબુકો ને ગરીબ વિદ્યાર્થીઓને આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ત્યારે તેઓ દ્વારા વર્ષ દરમિયાન 45000 જેટલી એકઠી થયેલ નોટબુકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે આજે વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના સરદારનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે એક કાર્યક્રમ યોજી નોટબુક અને શાળાઓમાં ડસ્ટબિન વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માં શહેરના મેયર નિમુબેન બાંભણીયા, શિક્ષણ સમિતિ ના ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન સુરેશ ધંધાલ્યા, એસડીએમ ખેર સાહેબ તેમજ મનપા ના નગરસેવકો સહિત ના મહાનુભાવો હજાર રહ્યા હતા. આ કાર્યક્રમમાં દરમિયાન વિવિધ શાળાના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી અને લોકોને અભિભૂત કર્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો