સાધુ એટલે ત્યાગની મૂર્તિ, સંસાર ના તમામ
સુખો અને વૈભવનો ત્યાગ કરી અને સમાજ સેવામાં માં પોતાનું જીવન આર્પિત કરનાર એટલે
સાધુ, સંસારના તમામ બંધનો કાપી નાખ્યા પછી પણ સંસારીના દુખો સમજે તે સાચો સાધુ,
ભાવનગર ના ઉમરાળાના જાળિયા ગામે આવેલ શિવકુંજ આશ્રમના મહંત સાધ્વીજી વિશ્વાનંદ માતાજી
કે જેઓને નિરાધાર દીકરીઓની ચિંતા સતત સતાવી રહી હોય આવી નિરાધાર દીકરીઓના
માતા-પિતા બની અને તેના અભ્યાસ થી લઈ તેના લગ્ન સુધીની જવાબદારી પૂરી કરી રહ્યા છે
ત્યારે કાલે એક નિરાધાર દીકરી ને પોતાની દીકરી જેમ લાડથી કન્યાદાન કરી અને સાસરે
વળાવી હતી.
સમગ્ર દુનિયામાં સૌરાષ્ટ્ર-કાઠીયાવાડ ની
ધરતી એવી છે કે સંતો, મહંતો અને દાનવીરોની ધરતી છે, ત્યારે ભાવનગર જીલ્લાના ઉમરાળા
તાલુકાના જાળિયા ગામે આવેલ શિવકુંજ આશ્રમ ના મહંત સાધ્વીજી વિશ્વાનંદ માતાજી કે
જેઓ સાચે જ કરુણા અને પ્રેમની મૂર્તિ છે, જેઓ પૂર્વાશ્રમ નું નામ વિલાસબેન સવાણી
અને પટેલની દીકરી કે જેને સાત વર્ષની નાની ઉમરે જ સંસાર ની મોહમાયા મૂકી અને
વૈરાગ્યનો માર્ગ અપનાવી લીધો, ભક્તિ અને ભજનો કરતા કરતા તેઓ આજે એક પ્રખર રામાયણના
વક્તા બની ચુક્યા છે,આમાં રામાયણ કથાનું રસપાન કરાવતા જે દાન ની સરવાણી આવતી તે
તેણે નિરાધાર દીકરીઓ માટે ખર્ચ કરવાનો નિર્ણય કરી લીધો, હજુ રામાયણ કથાકાર તરીકે
પાપા પગલી માંડતા માંડતા તેમની કથામાં હમેશા દીકરી બચાવ, દીકરી ભણાવો અંગે સતત
વાતો કરતા હોય છે. પોતે સમાજ ને તો દીકરીઓ પ્રત્યે જાગૃત કરી રહ્યા છે પરંતુ સાથે
સાથે તેઓ પણ આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે, તેઓ દ્વારા નિરાધાર દીકરીઓને દત્તક લઈ
તેમના અભ્યાસ થી લઈ રહેવા જમવા અને આખરે તેના હાથ પીળા કરાવવાનું પુણ્ય કામ પણ કરી
રહ્યા છે, તેઓ ના આ ભગીરથ કાર્યમાં ગઈકાલે તેઓ દ્વારા જાતે કન્યાદાન જેવું મહાન
કાર્ય કરી અને એક માતા-પિતા એક દીકરીને જેમ લાડથી ભારે હૈયે વિદાય આપે તેવી રીતે
એક નિરાધાર દીકરીને વિદાય આપી હતી.
વિશ્વાનંદ માતાજીની કથા દરમિયાન સેવકો
પાસેથી માતાજી ને માહિતી મળેલ કે ધોરાજી એક ગરીબ નિરાધાર દીકરી તેજલની સગાઈ
પાલીતાણાના નાની રાજસ્થળી ગામે થઈ છે પરંતુ પરિવારમાં મતનું અવસાન થયું છે અને
પિતા માનસિક અસ્વસ્થ હોય લગ્ન નો ખર્ચ કરી શકે તેવું કોઈ પરિવારમાં ના હોય અને આ
લગ્નના ખર્ચને લઈને તેના લગ્ન અટકી ગયા છે. આ વાત વિશ્વનંદી માતાજીને જાણ થતા તેઓ
આ દીકરીના માતા-પિતા બની અને દીકર્રીના લગ્ન કરાવવાનો નિર્ધાર કર્યો, દીકરીને આગાઉ
જ શિવકુંજ આશ્રમ બોલાવી લઈ તેની કરિયાવર થી લઈ તમામ ચીજવસ્તુની ખરીદી દીકરીને સાથે
રાખી કરવામાં આવી, જાન તેડાવવામાં આવી અને આશ્રમ માંથી જ લગ્નની કકોત્રી લખાઈ,
સમાજના તમામ રીતિરીવાજો પ્રમાણે માતાજીએ ગામલોકોને સાથે રાખી આ દીકરીના લગ્નની
તૈયારીઓ કરાવી અને જાન માટેની વ્યવસ્થા કરાવાઈ, કરિયાવર કરાયો,આશ્રમ માં રહેતી
અન્ય નિરાધાર દીકરીઓ માટે પણ આ લગ્ન ને લઈને ને ખરીદી કરાઈ અને તેનો હરખ પણ પૂરો
કરાયો, આશ્રમ માં લગ્નગીતો ના સુર રેલાયા, એક પિતા દીકરીને જેમ લાડકોડ થી પરણાવે તેવી
રીતે માતાજીએ આ તેજલના લગ્ન ની ધામધૂમ કરી.



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો