ભાવનગર ના વરતેજ તાબેના નવાગામે વાડી
વિસ્તારમાં આજ ગામના પ્રેમી પંખીડાએ સજોડે ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતા નાના એવા
ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અંગે વરતેજ પોલીસ બંનેની લાશને પીએમ કરી આગળની
કાર્યવાહી હાથ ધારી છે.
અઢી અક્ષરના “ પ્રેમ” શબ્દમાં આજના યુવક
યુવતીઓ કાઈ પર લાંબો વિચાર કર્યા વિના અઘટિત પગલું ભરી લેતા હોય પરિવારને દુખના
છાયામાં ધકેલી દેતા હોય છે, વરતેજ તાબેના નવાગામેં કોળી જ્ઞાતિના પ્રેમી પંખીડાએ
આવું જ પગલું ભરી સજોડે ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી
ગઈ છે. નવાગામ ના ૨૨ વર્ષીય યુવક પ્રફુલ બારૈયા અને ૧૮ વર્ષીય યુવતી
કિરણબેન મકવાણા એ આજે પ્રફુલ ની જ વાડીએ જઈ અને વાડીમાં આવેલ ઝાડ સાથે લોખંડ નો
તાર બાંધી સને સજોડે આપઘાત કરી લીધો હતો. બન્ને ના મૃતદેહ ઝાડ સાથે લટકેલ હાલતમાં
સ્થાનિક લોકો જોઈ જતા તેઓ તાકીદે પોલીસ ને જાણ કરી હતી અને પોલીસે આવી બન્નેની લાશ
ને વરતેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી
હતી,
જો કે તેમના પરિવારજનો પાસેથી જાણવા મળતી
વિગત મુજબ આ બન્ને ના પ્રેમ સબંધ ની બન્ને ના પરિવારજનોને જાણ હતી અને બને પરિવાર
દ્વારા રજામંદી પણ આપી દેવામાં આવી હતી તેમ છતાં પણ આ યુવક યુવતીએ આવું અઘટિત
પગલું ભરવા અંગે કોઈ અન્ય કારણ પણ હોઈ શકે છે અને જો પોલીસ દ્વારા તેની ઊંડી તપાસ
કરવામાં આવે તો ચોક્કસ કારણ બહાર આવી શકે તેમ છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો