પાલીતાણા તાલુકાના વીરપુર ગામે પાણી પુરવઠા વિભાગની ટીમ તેમજ મામલતદાર દ્વારા પાણીની લાઈનમાં ચેકિંગ દરમિયાન ભૂતિયાં કનેકશનનો મળી આવતા આવા કનેકશનો કાપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
હાલ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ભાવનગર જિલ્લામાં પાણીની સમસ્યાઓ સર્જાય છે, આવા સંજોગોમાં પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની બુમરાણ ઊઠી હતી, ત્યારે પાલીતાણા તાલુકાના વિરપુર ગામે લોકોને પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાની બૂમરાણ ના પગલે પાલીતાણા નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કલેકટર દ્વારા જે તે વિભાગના અધિકારીઓને પાણીની સમસ્યા હલ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જેને લઇ આજે પાલીતાણા મામલતદાર તેમજ પાણી પુરવઠાના અધિકારીઓને સાથે રાખી વીરપુર ગામે પાણીની લાઈનમાં ચેકિંગ હાથ ધરતા ૧૨ જેટલા ભૂતિયા કનેક્શન મળી આવ્યા હતા, જે કનેક્શનો પાણી પુરવઠાની ટીમ દ્વારા હટાવવામાં આવ્યા હતા તેમજ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ મામલતદાર અને પાણી પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું.
જોકે ભૂતિયાં કનેકશનો અધિકારીઓ દ્વારા દૂર કરવામાં આવ્યા છે પરંતુ પૂરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો વિતરણ કરવામાં આવે તેવી લોકોની માંગ પણ ઉઠી છે


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો