ઘોઘા તાલુકાના માલપર ગામે વિના મૂલ્ય ચોથા સુપર મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,માલપર ગામની પ્રાથમિક શાળા ખાતે સતત ચોથીવાર ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલ અને રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિના મૂલ્યે ચોથો સુપર મેગા નિદાન કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં નિષ્ણાત ડોકટરો દ્વારા તપાસ કરી મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વિના મુલ્ય વાહન દ્વારા રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે ઓપરેશન કરી દવા,ટીપાં,ચશ્માં વગેરે આપવામાં આવશે
આ ફ્રી નેત્ર નિદાન કેમ્પમાં ૧૭૦ જેટલા દર્દીઓએ પ્રાથમિક સારવાર જ્યારે ૬૨ જેટલા દર્દીઓએ મોતિયાના ઓપરેશનનો લાભ લીધો હતો.આ કેમ્પમાં ઘોઘા તાલુકાના આજુબાજુ ગામના લોકોએ બહોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો