ઘોઘા ખાતે આવેલ સેન્ટ મેરિસ સ્કૂલમાં રોટરી ક્લબ ભાવનગર ઘ્વારા બહેનો માટે હેલ્થ અને હાઇઝીન ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું,આ સેમિનારમાં બહેનોને હેલ્થ અને હાઇઝીનને લગતી બૂકનું વિતરણ કરવામાં આવ્યું હતું,આ સેમિનારનો લ્હાવો સેન્ટ મેરિસ શાળા, ઘોઘા કન્યા શાળા તથા ઘોઘા ઇંગ્લિશ શાળાની આશરે 200 બહેનોએ લીધો હતો,સાથોસાથ ત્રણેય શાળાની એક એક વિદ્યાર્થીનીને ટેબ્લેટ પણ આપવામાં આવ્યું હતું.
આ સેમિનાર ઘ્વારા બાળકોને ઘણું શીખવા અને જાણવા મળ્યું હતું.આ કાર્યક્રમમાં રોટરી કલબના પ્રેસિડેન્ટ,ચેર પર્સન,સેક્રેટરી તથા રોટરી મેમ્બર્સએ તેમજ શાળા સ્ટાફએ હાજરી આપેલ હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો