સુરત બસ અગ્નિકાંડ ઘટનામાં મૃત્યુ પામેલી ભાવનગરની મહિલા ની અંતિમવિધિમાં ભાવનગર ખાતે કરવામાં આવી
ગઈકાલ મોડી રાત્રીના સમયે સુરતના હીરા બાગખાતે રાજધાની ટ્રાવેલ્સ નામની બસમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ બસ સુરત થી ભાવનગર આવી રહી હતી તે સમયે આ ઘટના બની હતી, જેમાં ભાવનગરની એક મહિલા તેના પતિ સાથે ભાવનગર આવી રહી હતી અને આગની ઘટનામાં તે દાઝી જતાં મોતને ભેટી હતી. તાનીયાબેન વિશાલભાઈ નવલાની નામના યુવતીનો મોત નીપજ્યું હતું. જેના મૃતદેહને ભાવનગર રસાલા કેમ્પ ખાતે લાવવામાં આવ્યો હતો અને જ્યાંથી તેની અંતિમ યાત્રા નિકળી હતી જેમાં આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો