BREAKING

બોટાદ વોર્ડ નં.10 અને 11 મા ચાલતા ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટ્રાચાર થતો હોવાની સ્થાનિક રહીશોની રજુઆત

બોટાદમા ભુગર્ભ ગટરનુ કામ ચાલી રહ્યુ છે. આ કામમા મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનુ સ્થાનિક રહિશો દ્વારા જણાવવામા આવ્યુ હતુ. જેને લઇ ઠેર ઠેર ગંદાપાણીના ખાબોચીયા ભરાતા શહેરીજનો મુશ્કેલીમા મુકાયા છે.


બોટાદમા અંકિતા કંપની દ્વારા વોર્ડ નં.10 અને 11મા ભુગર્ભ ગટરનુ કામ ચાલી રહ્યુ છે. આ કામ ટેન્ડર મુજબ ન થતુ હોવાથી અને આ વિસ્તારમા વારંવાર નવી ગટર લાઇન નાખવા છતા ગટરના ગંદા પાણીની કુંડીઓ વારંવાર છલકાતા ગંદાપાણીના ખાબોચિયા ભરાતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જેસીબી મશીન વડે પાઇપો ગટરમા ઉતારવામા આવે છે. અને કોઇપણ પ્રકારના લેવલ વગર પાઇપો ફિટ કરી દેવાય છે. ગટર લાઇન નાખવામા પૂરું ખોદકામ પણ કરાતુ નથી. આગળ જેસીબી મશીન ચાલતુ જતુ હોય છે અને તરત જ પાછળને પાછળ લાઇન નાખી દાટી દેવાય છે. જેથી આ કામમા થતો ભ્રષ્ટાચાર વિશે સ્થાનિક લોકોએ જણાવ્યુ હતુ કે થોડા સમયમા આ જગ્યાએ ત્રીજી લાઇન નાખવામા આવે છે તેમ છતા ગંદાપાણીની કુંડીઓ વારંવાર છલકાતા ગંદા પાણીના ખાબોચીયા ભરાય ગયા છે. જેના લીધે રોગચાળો ફાટી નીકળવાનો ભય લોકોમા સેવાઇ રહ્યો છે. ત્યારે સ્થાનિક તંત્ર આ કામની દેખરેખ નીચે અને સુપરવિજન દ્વારા કરવામા આવે તેવુ સ્થાનિક લોકોએ જણાવ્યુ હતું.

લોક પ્રતિનિધિની મુદ્દત પૂર્ણ, વહીવટદારને કોરોના
નગરપાલિકાની હાલમા લોકપ્રતિનિધિની મુદત પૂર્ણથતા વહીવટદાર શાસન ચીફ ઓફિસર દ્વારા કરાય છે. ત્યારે ચીફ ઓફિસરને કોરોના થતા હોમકોરોન્ટાઇન થયા છે જેને લઇ શહેરમા ચાલતા કામોમા લોલમલોલ ચાલી રહ્યુ છે અને આ કામમા કોઇ દેખરેખ તંત્ર દ્વારા રાખવામા ન આવતા કોન્ટ્રાક્ટર કંપની દ્વારા નિમ્ન અને હલકી કક્ષાની કામગીરી થઇ રહી છે. માટે વહીવટી તંત્ર દ્વારા શહેરમા ચાલતા કામ ઉપર તંત્ર દ્વારા યોગ્ય દેખરેખ રાખવામા આવે તેવુ સ્થાનિક રહિશો ઇચ્છી રહ્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો