ઘોઘા ગામે ખજૂરીયાચોક,જૈન દેરાસર પાસે આવેલ હજરત રોશન ઝમીર ચોભાપીર દાદાનો બે દિવસીય ઉર્ષ તા.૨૦ અને ૨૧ જાન્યુઆરીના રોજ ધામધુમથી ઉજવવામાં આવશે,
જેમાં તા.૨૦-૧-૨૦૨૩ શુક્રવાર ના રોજ રાત્રે ૯-૦૦ કલાકે લોકડાયરો તેમજ તા.૨૧-૧-૨૦૨૩ ને શનિવારે સાંજે અસરની નમાઝ બાદ સંદલ શરીફ મેમણ મસ્જિદ,દાણાપીઠ ખાતેથી દરગાહ શરીફ સુધી વાજતે ગાજતે લઇ જવામાં આવશે, ત્યાર બાદ તમામ લોકો માટે ન્યાઝ (પ્રસાદી)ની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે,અને રાત્રે ૯-૦૦ કલાકે ગુજરાતના મશહૂર ફનકાર શબ્બીર દેખૈયાનો કવ્વાલી-ગઝલનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે,આ પ્રસંગમાં પધારવા તમામ હિન્દૂ-મુસ્લિમ ભાઈયો બહેનોને રામ-રહીમ ગ્રુપ-ખજૂરીયા ચોક દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો