BREAKING

ગારીયાધાર તાલુકામા સામાજિક દાયિત્વ કાર્યક્રમ હેઠળ 51 અરજીનો નિકાલ કરાયો



મહેશ ગોધાણી-ગારીયાધાર

ગારીયાધાર તાલુકામા 7 તારીખથી સામાજિક દાયિત્વ કાર્યક્રમ હેઠળ ગારીયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી મંત્રીઓ દ્વારા  વૃદ્ધ સહાય, વિધવા પેંશન સહિતની અરજીઓ મંગાવી કામગીરી હાથ ધરાય હતી . જેમાં કામગીરીને ઝુંબેશના રૂપમાં તલાટીઓ અને અન્ય કર્મચારીઓ દ્વારા સ્વીકારીને વૃધ્ધ સહાય ,વિધવા સહાય  અને આવકના દાખલ ,પેઢી આંબા સહિતની અરજીનો નિકાલ કર્યો હતો . આમ 7 તારીખથી યોજાયેલ આ કાર્યક્રમમાં 51 અરજીનો નિકાલ કરાયો  હતો . આ  કાર્યક્રમ ના અંતે કલેક્ટર પણ હાજર રહ્યા હતા અને અન્ય હોદ્દેદારો એ ખાસ હાજરી આપી હતી .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો