BREAKING

પ્રભારી મંત્રીશ્રી કિરીટસિંહ રાણા અને પ્રખ્યાત રામાયણીશ્રી મોરારીબાપુના હસ્તે માહિતી ખાતાના સિનિયર સબ એડિટરશ્રી સુનિલ પટેલનું જાહેર સન્માન




૧૫ મી ઓગસ્ટના અવસરે વર્ષ દરમિયાન જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ અને અધિકારીઓને મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવે છે.

આ વર્ષે કલમના કૌવત દ્વારા જિલ્લાની છબી ઉજળી બનાવવાં માટે કરેલાં યશસ્વી પ્રદાનને ધ્યાનમાં રાખીને જિલ્લા માહિતી કચેરી, ભાવનગરના સિનિયર સબ એડિટરશ્રી સુનિલ પટેલનું પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, પ્રખ્યાત રામાયણીશ્રી મોરારીબાપુ અને કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના હસ્તે જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

ભાવનગર ખાતે સિનિયર સબ એડિટર શ્રી સુનિલ પટેલ દ્વારા માહિતી અને પ્રસારણ વિભાગની ફરજ દરમિયાન લોકોપયોગી પ્રચાર- પ્રસિદ્ધિની ઉત્કૃષ્ટ કામગીરી તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ તેમજ સહાયની તટસ્થ માહિતી ઝડપભેર લોકો સુધી પહોંચાડી લોકોને સરકારની વિકાસયાત્રા સાથે જોડવાની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, શ્રી સુનિલ પટેલને આ અગાઉ અમદાવાદ ખાતેના કાર્યકાળમાં કોરોનામાં ઉત્કૃષ્ટ કામગીરી માટે પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યાં છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો