BREAKING

ગુજરાતમાં સૌપ્રથમ વાર આઇટીઆઈ ગઢડા દ્વારા રથયાત્રામાં ભાગ લઈ "આત્મનિર્ભર ભારત" થીમ પર ફ્લોટ રજૂ કરી પાંચમા ક્રમે સિદ્ધિ હાંસલ કરી


તા.01-07-2022ના રોજ આઈટીઆઈ સંસ્થા ગઢડા દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત રથયાત્રામાં ભાગ લઇ "આત્મનિર્ભર ભારત અભિયાન" થીમ પર ફ્લોટ રજૂ કરી પાંચમો ક્રમાંક પ્રાપ્ત કર્યો તે બદલ ગઢડા રથયાત્રા સમિતિ દ્વારા આઈટીઆઈ ગઢડાને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગઢડા રથયાત્રા સમિતિ દ્વારા 29મી જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવી હતી. રથયાત્રામાં આ વર્ષ લોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધી હતો.ગઢડાની રથયાત્રામાં કુલ ૪૫ જેટલા ફલોટ રજુ થયા હતા. જેમાં ગુજરાતમાં સૌપ્રથમ વાર આઈ.ટી.આઈ ગઢડા દ્વારા ભાગ લેવામાં આવ્યો. ભારત સરકાર તેમજ આપણા પ્રધાનમંત્રી માન.નરેન્દ્રભાઈ મોદીજીના આત્મનિર્ભર ભારત બનાવાનાં અભિગમને સાકાર કરવા Skill India, Digital India, Make in India  પર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે ત્યારે આઈટીઆઈ ગઢડા દ્વારા આ રથયાત્રામાં  "આત્મનિર્ભર ભારત અભિયાન"ની થીમ પર ફ્લોટ રજુ કરવામાં આવ્યો હતો. જે આ રથયાત્રામાં આકર્ષકનું કેન્દ્ર બની ગઈ હતી. તેમજ સંસ્થાના આચાર્ય એસ.એન.શાહ તથા ફો.ઇ  એસ.ડી.મકવાણા તથા સુ.ઇ જે.એમ. કંડોલિયા તેમજ સંસ્થાના સ્ટાફમિત્રોના માર્ગદર્શન હેઠળ આઈ.ટી.આઈ ગઢડા દ્વારા શ્રેષ્ઠતમ પ્રદર્શન કરી કુલ નવ ક્રમાંકમાંથી  પાંચમો ક્રમાંક પ્રાપ્ત કરી આઈટીઆઈ ગઢડાને ગૌરવ આપાવેલ છે. જેથી ગઢડા રથયાત્રા સમિતિ દ્વારા ૫૧૦૦/- રૂપિયા રકમ ઇનામ મળેલ છે. જે આ ઇનામની સંપૂર્ણ રકમ રથયાત્રા સમિતિને પરત કરી એક અનોખી પહેલ રજૂ કરી હતી. જે બદલ ગઢડા રથયાત્રા સમિતિના અધ્યક્ષ ચન્દ્રકાન્તભાઈ લાઠીગરા, મહામંત્રી પીયૂષભાઈ શાહ, સદસ્ય ઘનશ્યામભાઈ ડવ દ્વારા આ પહેલને આવકારી આવતા વર્ષે યોજાનાર રથયાત્રામાં ફરી સારું પ્રદર્શન યોજવા શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમાં તાલીમાર્થીઓએ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સંસ્થાના  કર્મચારી જે.એમ.કંડોળિયાએ ફ્લોટ સંચાલક અને માર્ગદર્શક તરીકે ખુબ જહેમત ઉઠાવી હતી તેમજ તમામ સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા ખુબ સહકાર આપ્યો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો