શહેરમાં રોકેટ લૉન્ચર મળ્યા હોવાની અફવા બાબતે પોલીસ નો ખુલાસો.
આજરોજ તા.૦૭/૦૭/૨૦૨૨ ના રોજ ભાવનગર શહેરમાં અફવા ફેલાયેલ કે ભાવનગર શહેર, ખેડુતવાસ, રૂવાપરીરોડ, પાટા પાસે આવેલ ખરાબાના કાદવની જગ્યામાં “રોકેટ લોંચર” મળી આવેલ જેથી આજુબાજુમાં ભયનું વાતાવરણ સર્જાયેલ જેની જાણ એક જાગૃત નાગરીકે અત્રેના ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે કરતા ત્યા સ્થળ પર ઘોઘારોડ પોલીસ ઇન્સ. શ્રી આર.આઇ.સોલંકી સાહેબ તથા પોલીસ સ્ટાફએ તરત જ પહોંચી તપાસ કરતા કાદવમાંથી એક્સપાયરી ડેટવાળા દરીયામાં એક જગ્યાથી બીજી જગ્યાનું સીગ્નલ ટ્રેસ કરવા માટે વપરાતા સ્મોક કેંડલ (સીગ્નલ છત્રી) હોવાનું માલુમ પડેલ જેનાથી કોઇપણ જાતનો વિસ્ફોટ થઇ ના શકે અને આ અંગે મીડીયા તથા ઉપરોક્ત અધિકારીઓને જાણ કરી આ અંગેની જાણવા જોગ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રર કરાવી આગળની તપાસ ઘોઘારોડ પોલીસે હાથ ધરી આ અંગે ભાવનગર શહેરની જનતાને મળી આવેલ રોકેટ લોંચર નહી માત્ર સ્મોક કેંડલ (સીગ્નલ છત્રી) હોય ફેલાયેલ ખોટી અફવામાં નહી આવી શાંતી જાળવવા અનુરોધ કરેલ છે
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો