ઘોઘા ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઘોઘા પોલીસ સ્ટેશનના PSI આર.બી વાધિયા દ્વારા ઘોઘા ગામના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક નિયંત્રણ કરવા ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા કવાયત હાથ ધરી હતી અને ટ્રાફિકને નડતર રૂપ વાહનો અને દુકાનોના દબાણ હટાવાયા હતા
ઘોઘા ગામના મુખ્ય માર્ગો પર વાહન ચાલકો દ્વારા આડેધડ વાહનો પાર્ક કરી અને ટ્રાફિકજામ કરવામાં આવે છે જેને લઈને લોકો માટે આ ટ્રાફિકજામ માથાના દુખાવા સમાન બની રહે છે તેવા સંજોગોમાં ઘોઘા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ આર.બી.વાધિયા અને તેમની ટીમે સાંજે ઘોઘા શહેરમાં મુખ્ય માર્ગો અને બજારોમાં ફૂટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.લોકોને ટ્રાફીકની સમસ્યા નડે નહી તે અનુસંધાને પોલીસ દ્વારા ફ્રુટ પેટ્રોલીંગ યોજી દુકાનદારોને ટ્રાફીક તથા અન્ય જરૂરી તકેદારી રાખવા સમજ આપી હતી.
રિપોર્ટર નીતિન મેર
ઘોઘા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો