BREAKING

ઘોઘા ગામે તૌકતે વાવાઝોડા દરમ્યાન સેવા પુરી પાડનારના બીલો ચૂકવવામાં તાલુકા પંચાયતની ખેતીવાડી શાખાના ઠાગા થૈયા

તૌકતે વાવાઝોડા દરમ્યાન ઘોઘા તાલુકામાં ખેડૂતોને ખેતીમાં થયેલ નુકશાન અંગે સર્વે કરવા માટે ઘોઘા તાલુકા પંચાયત ખાતે ટિમ આવી હતી,જેને રહેવા માટે ગાદલા,ચાદર અને ઓશિકાની સુવિધા આપનાર મંડપવાળાના બિલો હજી સુધી ચુકવવામાં આવ્યા નથી,ઘોઘા તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા ખાતે મંડપવાળા દ્વારા તા.૭-૬-૨૦૨૧ ના રોજ બિલ રજૂ કરી આપેલ જેને આજે ૧૦ મહિના જેટલો સમય થઈ ગયો છતાં પણ આજદિન સુધી આ બિલોની ચુકવણી કરવામાં આવી નથી તેંમજ ખેતીવાડી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પણ ઉડાવ જવાબ આપવામાં આવે છે,આ બાબતે ઘોઘા તાલુકા  પંચાયયના ટી.ડી.ઓ અશોકભાઈ પટેલને,વિસ્તરણ અધિકારી ખેતીના ભાર્ગવભાઈ ધાંધલીયાને અવારનવાર રજુઆત કરવા છતાં પણ આ બિલોની આજદિન સુધી ચુકવણી કરવામાં આવી નથી.
તૌકતે વાવાઝોડા દરમ્યાન ઇમરજન્સી સેવા આપનાર આવા નાના માણસોના બીલો હજી સુધી  ઘોઘા તાલુકા પંચાયતના ટી.ડી.ઓ તેમજ ખેતીવાડી શાખા દ્વારા શા માટે ચૂકવવામાં નથી આવ્યા તે પણ એક મોટો પ્રશ્ન છે,તેમજ બિલ ક્યારે ચૂકવવા આવશે તે બાબતે પૂછવામાં આવે છે ત્યારે બસ ટૂંક સમયમાં જ ચુકવણી કરવામાં આવશે તેવું કહેવામાં આવે છે.
એકબાજુ અધિકારીઓ ઇમરજન્સી સેવા સમયે ઉતાવળ કરતા હોય છે પરંતુ ૧૦ મહિના કરતા વધારે સમય થઈ ગયો હોવા છતાં પણ ક્યાં કારણોસર બિલની ચુકવણી કરવામાં આ અધિકારીઓ દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે ?...તાલુકા વિકાસ અધિકારી તેમજ ખેતીવાડી શાખાને આવા ગરીબ અને નાના માણસોના બીલો પાસ કરવામાં રસ નથી કે શું?....
હવે જોવું રહ્યું કે આ જાડી ચામડીના અધિકારીઓ દ્વારા સેવા  પુરી પાડનારના બિલોની ચુકવણી ક્યારે કરવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો