BREAKING

ગઢડા બ્રાંચ શાળા નંબર ૧ નુ બોટાદ જિલ્લાના સાતમા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં શાનદાર પ્રદર્શન


GCERT અનેજિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર પ્રેરિત બોટાદ જિલ્લા આયોજિત સાતમો  ઈનોવેશન ફેસ્ટીવલ બોટાદ ખાતે આવેલા  સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે સુંદર રીતે સુપેર સંપન્ન થયો હતો. બોટાદ ગુરુકુલ ખાતે યોજાયેલા ઈનોવેશન ફેસ્ટીવલ મા
બોટાદ જિલ્લાનાં ઉત્સાહી અને નુતન પ્રવાહને વરેલા 18 સારસ્વતોએ પોતાના વર્ગખંડની  સમસ્યાઓને સફળતાના રાહે લઈ જતાં નવતર પ્રયોગો રજુ કર્યાં હતાં જેમા ઉડીને આખે આવે તેવું ઈનોવેશન ગઢડા શહેરના ભડલી ગેઈટ વિસ્તારમાં આવેલી બ્રાન્ચ શાળા નંબર ૧ના શિક્ષિકા અને હંમેશા પોતાની ફરજ ને પોતાનુ કર્મ માની શાળાના બાળકો વધારે મા વધારે હોશિયાર બને તેવા હંમેશા પ્રયત્ન કરતા શિક્ષિકા પટેલ વૈશાલીબેન દ્વારા "joyful pragna" નામનું ઇનોવેશન રજૂ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત બાળકોને શાળાએ આવવું ગમે અને શાળાનું વાતાવરણ રસપ્રદ લાગે એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. નાનુ બાળક  જલ્દી શાળાસાથે અનુકૂલન સાધી શકે એ માટે activities based learning પર કામ કરવામાં આવ્યું હતું, દરેક બાળક વ્યક્તિગત શીખી શકે એ માટેનું teaching learning material પણ બેન દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.

બોટાદ શહેરમાં ગઢડા રોડપર આવેલ સવામિનારાયણ ગુરુકુળ ખાતે બે દિવસ ચાલેલા આ પ્રેરક અને અનુસરણિય ઈનોવેશન ફેસ્ટીવલમાં દરેક ઈનોવેટિવ શિક્ષકોએ પોતાનુ શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું અને બોટાદ જિલ્લાના બોટાદ, રાણપુર, બરવાળા, ગઢડા આમ ચારેય તાલુકાના એક -એક મુલાકાતી શિક્ષકશ્રીઓએ ખૂબ ઉત્સાહ સાથે તમામ નવતર પ્રયોગોની મુલવણી કરી પોતાના વર્ગખંડમાં આ વિચારો આત્મસાત કર્યાં 
બોટાદ ગુરુકુળ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાનો ઈનોવેશન ફેસ્ટીવલ મા જિલ્લા શિક્ષણ અધિકારી, ધારાબેન પટેલ ખાસ હાજર રહ્યા હતા અને શિક્ષકો દ્વારા રજુ કરેલ પ્રદશનો નિહાળી ઈનોવેશન ફેસ્ટીવલ મા ભાગ લેનાર શિક્ષકો ને શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા. 
ગુરુકુળ ખાતે યોજાયેલા ઈનોવેશન ફેસ્ટીવલ મા જિલ્લા શિક્ષણ અધિકારી ધારાબેન પટેલ, તેમજ ડાયાટના પ્રાચારીય હિરેનભાઈ ભટ્ટ, વિપુલભાઈ વાજા, હેમાગભાઈ વાઘેલા, મહેશભાઈ ચુડાસમા, મુકેશભાઈ ધારૈયા, તમામ હાજર રહી ઈનોવેશન ફેસ્ટીવલ ને સફળ બનાવવા પ્રયત્નો કરેલ જયારે ઈનોવેશન ફેસ્ટીવલ મા ભાગ લેનાર તમામ શિક્ષકોએ પણ ઉત્સાહ પૂર્વક ફેસ્ટીવલ સારથક કર્યો હતો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો