BREAKING

ભરબપોરે માથું ફાડી નાખે એવા તાપ વચ્ચે માનવતા મહેકાવતી મહેસાણા પોલીસ



Special story

માસૂમ બાળક અસહ્ય તાવમાં કણસતુ હતું અને મહિલા પીઆઇ જાતે તેને ડોક્ટર પાસે લઈ ગયા.

તબીબ પાસે નિદાન કરાવ્યું, દવા અપાવી અને બાળક અને માતાને મૂળ જગ્યા એ પોલીસની ગાડી પરત મૂકી ગઈ. મહિલા એ બે હાથ જોડી પોલીસનો આભાર માન્યો.


એક બાજુ કોરોના કહેરના કારણે લોકડાઉન, તો બીજું બાજુ માથું ફાડી નાખે તેવો બપોરનો તાપ, આવામાં આપણે ઘરમાં છત નીચે પંખો ચાલુ કરી આરામ ફરમાવતા હોય એ પરંતુ ખાખી વર્ધિમાં સજ્જ પોલીસ તાપમાં પણ જપ નથી લેતા. અવિરત સેવામાં હોય છે પોલીસ. અને એટલે જ મહામારી સામે સામાન્ય માણસ હજુ ટકી રહ્યો છે. જજુમી રહ્યો છે.

વાત છે મહેસાણા પોલીસે મહેકાવેલી માનવતાની...
આજે તા.2જી મે શનિવારે બળબળતા બપોરે ભારે તાપ વચ્ચે એક મહિલા નિઃસહાય બની મહેસાણા ગાંધીનગર રોડ પર ઉભી હતી. તેના હાથમાં એક સાવ નાનુ માસુમ બાળક દર્દથી કણસતુ હતું. માઁ લાચાર જણાતી હતી. માની મમતા રડતી હતી. મહેસાણા એસપી મનીષસિંગની સૂચનાથી પેટ્રોલીંગ હોય એવામાં તે રસ્તે થી મહેસાણા પોલીસની એક જીપ પસાર થઈ. મહિલાને જોઈ અચાનક પોલીસની જીપ ઉભી રહી ગઈ. મહિલા એકદમ ગભરાઈ હવે શું થશે ?  જીપ માંથી એક મહિલા પોલીસ અધિકારી અને સ્ટાફ નીચે ઉતર્યો. મહિલાને પૂછ્યું કેમ બેન અહીં શુ કરો છો? આ બાળક કોનું છે ? કેમ રડે છે ? લાચાર મહિલા રડી પડી... કહ્યું કે સાહેબ મારુ બાળક ખૂબ તાવમાં કણસે છે. વાહન નથી. ડોક્ટર પાસે કેમ જવું. હું બહારની છું. મેં કશું જોયું નથી. ! મહિલા પોલીસ અધિકારી બધું સમજી ગયા. તેમણે પરપ્રાંતીય મહિલાને આશ્વાસન આપ્યું. પોતે તાત્કાલિક ડો.પરીખનો સંપર્ક કરી જાતે ડોક્ટર પાસે લઈ ગયા. નિદાન કરાવ્યું. દવા આપી. બાળક અને મા બન્ને શાંત થયા. માઁ ની આંખ માં હવે હરખ અને શાંતિ ના આસું હતા. મહિલા એ મહેસાણા પોલીસનો આભાર માનવા બે હાથ જોડ્યા. સામે ખાખીમાં રહેલા મહિલા પોલીસ ઇન્સપેક્ટર ડી.બી. ગોસ્વામી અને એ.એસ.આઈ વિજયસિંહ વિહોલ,પો.કોન્સ.પિયુષ ચૌધરી ડ્રાઇવર શૈલેષભાઈ ગોસ્વામી સામે બે હાથ જોડી માઁની મમતાને વંદન કર્યાં.  મહામારીના કપરા સમયમાં મહેસાણા પોલીસની માનવતા મહેંકી ઉઠી. 

સલામ મહેસાણા પોલીસ.!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો