BREAKING

લોકડાઉનમાં કોઈ જરૂરિયાતમંદ ભૂખ્યાં ન સુવે તે માટે ભચાઉ એસઆરપીનું અભિયાન



ભચાઉ 
કોરોના મહામારી જેવી વિકટ પ્રવર્તમાન પરિસ્થિતિમાં કચ્છના ભચાઉ શહેરમાં લોક ડાઉન દરમિયાન જરૂરિયાતમંદ લોકોને જમવાનું મળી રહે તે માટે સર્વે હાથ ધરી એસઆરપી જૂથ 16 ના અધિકારીઓ અને જવાનોએ જ્યાં જરૂર જણાય ત્યાં રેશન કિટ બનાવી પહોંચાડી હતી. અને આવશ્યક જણાય ત્યાં સૂકો નાસ્તો અને જમવાનું આપવા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ કામગીરી ભચાઉ એસઆરપી જૂથ 16 ના કમાન્ડન્ટ સુધા પાંડે (આઇપીએસ)ની રાહબરી નીચે હાથ ધરાઈ હતી.


 એસઆરપીના જવાનો એ રસ્તા પર રહેતા કે ઝૂંપડામાં વસતા લોકોને શોધી શોધી કીટ આપી હતી. તેમની જરૂરી સગવડ પણ કરી હતી. કોઈ જરૂરિયાતમંદ ભૂખ્યાં ન સુવે તેની એસઆરપી જવાનો એ કાળજી લીધી હતી 


કોઈપણ વ્યક્તિને પોલીસની કોઈપણ મદદની જરૂરુયાત હોય તો એસઆરપી. જૂથ 16, ભચાઉ નો ફોન નંબર 02837224333 પર સંપર્ક કરે. શક્ય તેટલી તમામ મદદ કરવા પ્રયત્નશીલ રહીશું તેમ પણ જણાવ્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો